શ્રદ્ધા સંસ્કાર પરિવાર ની પ્રવૃતિઓ

સાધર્મિક ભક્તિ

સાધર્મિક વાત્સલ્ય જેવો કોઈ ધર્મ નથી.
જેને ભગવાન ગમે છે તે પ્રભુને માનનારો સાધર્મિક ગમાવો જ જોઈએ. આવા સુંદર ભાવો સાથે પરિવાર પણ વીતરાગ પ્રભુના ચીંધેલા માર્ગે ચાલનારા પ્રત્યે વાત્સલ્યભાવ સાથે સાધાર્મિકનું બહુમાન કરવાનું કાર્ય વર્ષમાં ચાર વખત કરવામાં આવે છે.

મેડિકલ સહાય

સાધર્મિક ભક્તિ અંતર્ગત જે સાધર્મિક ને કાયમી દવાની જરૂરિયાત હોય છે, તેવા સાધાર્મિકને પરિવાર દ્વારા દર મહિને મેડિકલ સહાય કરવામાં આવે છે.

અનુકંપા

કોઈ પણ દીન દુઃખી પીડીત , લાચાર, અશક્ત વ્યક્તિને દેખી તેને સહાયક બનવા આપણું હૃદય પોકાર કરે છે. ત્યારે આપણા હૃદયમાં રહેલી એ કરુણા અનુકંપાદાનનું સ્વરૂપ લે છે. પરિવાર દ્વારા ભિક્ષુકભોજન (દર શનિવારે), તથા ગરીબ પરિવારોને અનાજ વિતરણ દ્વારા અનુકંપાદાનનું કાર્ય કરવામાં આવે છે.

વિદ્યાદાન-જ્ઞાનદાન

પરિવાર દર વર્ષે જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં ચોપડા તેમજ નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરી રહ્યો છે. તેમજ આર્થિક રીતે નબળા વિધાર્થીઓની ફી ભરવાનું કાર્ય પણ પરિવાર શૈક્ષણિક સહાય અંતર્ગત કરી રહ્યો છે.

જીવદયા

“જૈનોની કુળદેવી જીવદયા”
પરિવાર ની કાર્ય શૃંખલામાં જીવદયા પણ એક અગત્યનું કાર્ય છે, અબોલ પશુ-પક્ષી પ્રત્યે કરુણાભાવ આ કાર્ય નું પ્રેરકબળ છે.
☀ ૫૦૦૦ થી વધુ કુંડા વિતરણ
☀ બકરી ઈદ વખતે બકરા છોડાવી પાંજરાપોળ પહોંચાડવા
☀ પાંજરાપોળ માં ઘાસચારાનું વિતરણ
☀ પક્ષી માટે ચણ વિતરણ
જેવા અનેક કાર્યો થી પરિવાર જીવંત છે.

સાધુ-સાધ્વી વૈયાવચ્ચ

સાધુ-સાધ્વી વૈયાવચ્ચ કરવાથી અપ્રતિપાતિ પુણ્યનું ઉપાર્જન થાય છે. પરિવાર ના કાર્યકર્તાઓ વારંવાર કોટ વિસ્તારના વૃદ્ધ અને ગ્લાન સાધુ-સાધ્વીજી ભગવંતોની મુલાકાત લઇ તેમને જરૂરિયાતની તમામ વસ્તુઓ પહોંચાડી શાસન સેવાનું એક અદ્ભૂત કાર્ય કરી રહ્યા છે.