યાત્રા કરાવનાર લાભાર્થી પરિવારો દ્વારા પ્રભુજીને શ્રી સાચા સુમતિનાથ, શ્રી તળેટી, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી પુંડરિક સ્વામી, શ્રી રાયણ પગલાં, શ્રી આદિનાથ ભગવાન અને શ્રી ઘેટી નાં પાયે ઉપકરણ – છાબ અર્પણ કરવામાં આવે છે. લાભાર્થી પરિવાર તરફથી સુવર્ણ મુદ્રા તેમજ દરેક યાંત્રિક દ્વારા દાદા નાં દરબારે રજત મુદ્રા અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ ભવ્ય સન્માન સમારોહનું આયોજન પાલીતાણામાં જ કરવામાં આવે છે. દરેક યાત્રિકને રજત મુદ્રા- પ્રભાવના દ્વારા બહુમાન કરવામાં આવે છે.