previous arrow
next arrow
Slider

“શ્રદ્ધા સંસ્કાર પરિવાર”

“પરિચય-પરિમલ”

ચોવિહાર છટ્ટ કરીને સાત જાત્રા, વૈયાવચ્ચ ભક્તિ, જીવદયા, શૈક્ષણિક સહાય, અનુકંપાદાન, મેડિકલ સહાય જેવા અનેક વિવિધ સુકૃતો નો સરવાળો એટલે  “શ્રદ્ધા સંસ્કાર પરિવાર”

શ્રદ્ધા થી તરબતા યુવાનો માં સંસ્કાર ના સિંચન વડે ચાલતી સંસ્થા એટલે “શ્રદ્ધા સંસ્કાર પરિવાર”.

ચુસ્ત અનુશાશન, જિનાજ્ઞા ની પ્રતિબદ્ધતા, દેવગુરુ પ્રત્યે અતૂટ શ્રદ્ધા, વડીલો પ્રત્યે આદરભાવ, સાથે શાશન પ્રત્યે ની નિષ્ઠાથી એક માળામાં પરોવાયેલા મોતીની જેમ એકગીત યુવાનો નો સમૂહ એટલે “શ્રદ્ધા સંસ્કાર પરિવાર”

☀ સાત યાત્રા ની સાથે-સાથે ☀

શ્રદ્ધા સંસ્કાર પરિવારની સફળતાના શિખર પર કળશ અને પતાકાનું કાર્ય કર્યું છે “શત્રુંજય ગિરિરાજ ની ચૌવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા.” એ….પરિવાર દ્વારા પ્રથમ વખત પ.પૂ.આ.ભ.રત્નચંદ્નસુરીશ્વરજી મ.સા. ની નિશ્રામાં આયોજન કરવામાં આવ્યું. જેની સફળતા જોતાં પૂજ્યશ્રી દ્વારા એવી ભાવના વ્યક્ત કરવામાં આવી કે આ આયોજન દર વર્ષે પરિવાર દ્વારા કરવામાં આવે અને ગુરુદેવનાં આશિષ થી આ કાર્ય સતત છ-છ વર્ષથી ચાલી રહ્યું છે. અને આ કાર્ય દ્વારા પરિવાર વિસ્તાર પામી અમદાવાદ-વડોદરા-સુરેન્દ્રનગર-આકોલા – પૂના – બેંગ્લોર- મુંબઈ સુધી પહોંચ્યો.

☀ સદ્ભાવના અભિયાન ☀

આજની વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પરિવાર દ્વારા આ અભિયાન દ્વારા સાધર્મિક ભક્તિ, મેડિકલ સહાય, અનુકંપા, શૈક્ષણિક સહાય, જીવદયા, સાધુ-સાધ્વી વૈયાવચ્ચ, કૂતરાને રોટલા નાખવા એ કીડિયારું પુરવાના કાર્ય નિયમિત કરવામાં આવી રહ્યા છે. શ્રદ્ધા સંસ્કાર પરિવાર એક અદ્ભૂત નજરાણું લાવ્યો છે. મહિને માત્ર રૂ. ૧૦ આપો. વર્ષે માત્ર રૂ. ૧૨૦/- અને આપણાં પરિવારના સભ્યો નિમ્નોક્ત ધર્મ પ્રવૃત્તિ તમારા નામે સતત કરતા રહેશે.

સાધર્મિક ભક્તિ

પરિવાર વીતરાગ પ્રભુના ચીંધેલા માર્ગે ચાલનારા પ્રત્યે વાત્સલ્યભાવ સાથે સાધાર્મિકનું બહુમાન કરવાનું કાર્ય વર્ષમાં ચાર વખત કરવામાં આવે છે.

મેડિકલ સહાય

સાધર્મિક ભક્તિ અંતર્ગત જે સાધર્મિક ને કાયમી દવાની જરૂરિયાત હોય છે, તેવા સાધાર્મિકને પરિવાર દ્વારા દર મહિને મેડિકલ સહાય કરવામાં આવે છે.

અનુકંપા

પરિવાર દ્વારા ભિક્ષુક ભોજન (દર શનિવારે), તથા ગરીબ પરિવારોને અનાજ વિતરણ દ્વારા અનુકંપાદાનનું કાર્ય કરવામાં આવે છે.

જીવદયા

પરિવાર ની કાર્ય શૃંખલામાં જીવદયા પણ એક અગત્યનું કાર્ય છે, અબોલ પશુ-પક્ષી પ્રત્યે કરુણાભાવ આ કાર્ય નું પ્રેરકબળ છે.

શૈક્ષણિક સહાય

પરિવાર દર વર્ષે શાળાઓમાં ચોપડા તેમજ નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ તેમજ આર્થિક રીતે નબળા વિધાર્થીઓની ફી ભરવાનું કાર્ય પણ કરી રહ્યો છે.

સાધુ-સાધ્વી વૈયાવચ્ચ

પરિવાર કોટ વિસ્તારના વૃદ્ધ અને ગ્લાન સાધુ-સાધ્વીજી ભગવંતોને તેમને જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી શાસન સેવાનું એક અદ્ભૂત કાર્ય કરી રહ્યા છે.

કૂતરાને રોટલા

જીવદયાના કાર્ય અંતર્ગત કૂતરાને રોટલા ખવડાવવાનું કાર્ય સેવાભાવી કાર્યકર્તા બહેન શ્રી દ્વારા દરરોજ કરવામાં આવી રહ્યું છે.

કીડિયારું પુરવા

જીવદયાના કાર્ય અંતર્ગત દરરોજ સવારે સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા નિયત કરેલી જગ્યાઓએ કીડિયારું પુરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.